મણિલાલ હ. પટેલ

ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક,સુપ્રસિદ્ધ વક્તા અને વિદ્વાન અધ્યાપક.

મણિલાલ હ.પટેલની સાહિત્ય યાત્રા

ગુજરાતી ભાષા,સંસ્કૃતિ અને પ્રકૃતિ વિશે વધુ પુસ્તકો વાંચો

મણિલાલ હ. પટેલ : પરિચય

મણિલાલ હ.પટેલ ગુજરાતી ભાષા સાહિત્યના જાણીતા સર્જક છે. તેઓ ગુજરાતી ભાષા સાહિત્યના ઉત્તમ અધ્યાપક રહ્યા છે.વક્તા તરીકે એમણે ગુજરાત અને વિદેશમાં 700થી વધુ વ્યાખ્યાઓ આપ્યા છે. મણિલાલ હ .પટેલે કવિતા,વાર્તા,નિબંધ,નવલકથા,પ્રવાસકથા,આત્મકથા(જીવનકથા),વિવેચન તથા સંપાદન મળીને 125 જેટલા પુસ્તકો લખ્યા છે.તેમને 30 જેટલા પારિતોષિક એનાયત થયા છે.એમાં નર્મદચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક,સુરેશ જોષી નિબંધ પરિતોષિક, ઉમાશંકર વાર્તા પારિતોષિક અને ઉશનસ્ કાવ્ય પારિતોષિક મહત્વના છે. એમને ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2019 ₹1,00,000/- એનાયત થયો હતો.અનેક સમાજૈક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે.

અમારી સેવાઓ

આ વેબસાઇટ મણિલાલ હ. પટેલના જીવન અને કારકિર્દીનું ઊંડાણપૂર્વકનું અવલોકન આપે છે. અહીં તેમની કેટલિક સાહિત્ય અને શિક્ષણની સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાહિત્યકાર તરીકેની માહિતી

મણિલાલ હ.પટેલ : 9/11/1949 ગોલાના પલ્લા,લુણાવાડા જિલ્લો મહીસાગર.બા વગરના કુટુંબમાં,અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કોલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા-ધડાયા. 'ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ' શોધ-નિબંધ પ્રકાશિત કર્યો.1973 થી 1987 ઇડર કોલેજમાં અને 1987 થી 2012 સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું.અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને 2019નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.

કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં 72 થી વધુ પુસ્તકો અને 35 જેટલા સંપાદનો આપ્યા છે. એમના સુખ્યાત પુસ્તકો છે : માટી અને મેઘ,રાતવાસો, ભૂંસાંતા ગ્રામ ચિત્રો, માટીવટો,ધૂળમાં ઉડતો મેવાડ,અંધારું,લલિતા,અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી,કથા અને કલા, કર્તા અને કૃતિ,તોરણમાળ,ગામવટો,સાતમી ઋતુ !

એમને 30થી વધુ પરિતોષિક મળ્યા છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે.નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક,સુરેશ જોષી નિબંધ પરિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા અને સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદના 7,અકાદમીના 5 પારિતોષિક ! દેશ વિદેશમાં કાવ્ય પઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યા છે.અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.

સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન

મણિલાલ હ. પટેલનું સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન તેમના સર્જન દ્વારા સ્પષ્ટ અને સશક્ત રીતે પ્રગટ થાય છે. તેમના સાહિત્યમાં ભારતીય સમાજ, તેની સંસ્કૃતિ અને મૂળભૂત માનવીય મૂલ્યોને પ્રતિબિંબિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ જીવનના સંઘર્ષો, લોકજીવનની આર્થિક અને સામાજિક સમસ્યાઓ અને સંસ્કૃતિક મૂલ્યોને તેઓએ હંમેશા કેન્દ્રમાં રાખ્યા છે.

નવનિર્માણ આંદોલન

૧૯૭૪માં, ગુજરાતમાં શરૂ થયેલા ‘નવનિર્માણ’ના વિદ્યાર્થી આંદોલનમાં મણિલાલ હ. પટેલે અહમ ભૂમિકા ભજવી હતી. આ આંદોલન તેમના સામાજિક કાર્ય માટે એક મહત્વપૂર્ણ મક્કમ બન્યું, અને તેમણે તે સમયે સમાજને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા

શિક્ષણક્ષેત્રમાં સક્રિયતા

મણિલાલ હ. પટેલ શિક્ષક હોવા ઉપરાંત શિક્ષણવિદ્ તરીકે અનેક સંગઠનો સાથે જોડાયા. ૧૯૯૦માં તેમણે પી.જી. ટીચર તરીકે ગુજરાતી યુનિવર્સિટીનો માર્ગદર્શક બન્યો. ૨૦૧૪માં તેમની નિવૃત્તિ પછી પણ તેઓ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સતત કાર્યરત રહ્યા

મણિલાલ હ. પટેલના ગ્રંથો

મણિલાલ હ. પટેલના પ્રકાશિત ગ્રંથો અનેક વિષયો પર આધારિત છે. 'માટી અને મેઘ' તેમનો પ્રસિદ્ધ કાવ્યસંચય છે, જેમાં તેઓએ જીવનના વિવિધ રંગોને શબ્દોમાં રજૂ કર્યા છે. 'અમેરિકામાં ગુજરાતી વસાહતીઓ' આ પ્રકારના અનેક વિશિષ્ટ ગ્રંથોનું સ્થાન જાળવી છે.

પ્રતિષ્ઠા અને આદર

મણિલાલ હ. પટેલને વિદેશી યાત્રાઓ માટે પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૨માં તેમણે દિલ્હી અકાદમી તરફથી ટ્રાવેલ ગ્રાન્ટ મેળવ્યો અને ઓરિસ્સા અને બંગાળના પ્રવાસો કર્યા. ૧૯૯૩માં તેમણે યુ.કે.નો પ્રવાસ કર્યો, જ્યાં ગુજરાતી સાહિત્ય અને કવિતાને વૈશ્વિક મંચ પર પણ પ્રસ્તુત કરી.

જીવનનો અંતિમ અધ્યાય

મણિલાલ હ. પટેલનું જીવનધોરણ હંમેશા તેમના કાર્ય અને કાવ્યલેખન સાથે જોડાયેલું રહ્યું. ૨૦૨૧માં બાયપાસ સર્જરી પછી, તેમણે તેમના સાહિત્ય અને શિક્ષણ કારકિર્દીને નવી દિશા આપી. 'સિગ્નેચર પોયમ્સ' તેમનું મહત્વનું પ્રકાશન છે.

સાહિત્યિક પ્રદાન માટેના પુરસ્કારો

મણિલાલ હ. પટેલને સાહિત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારો મળ્યા છે, જેમાં 'નર્મદચન્દ્રક' અને 'ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર' પણ શામેલ છે. તેમણે તેમના સમયગાળામાં ગુજરાતી સાહિત્યના વિકાસમાં અણમોલ યોગદાન આપ્યું છે. તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચન્દ્રક 2007 માં અપાયો હતો. 

મણિલાલ હ. પટેલના સર્જન પર પ્રતિસાદ

પાઠકએ અનુભવેલા સર્જનની સંવેદના અને મૂલ્યાંકન

મણિલાલ હ. પટેલના સાહિત્યે પાઠકોના મનમાં ઊંડો પ્રભાવ પાંખ્યો છે. તેમની કૃતિઓમાં માનવીય ભાવનાઓ, સમાજની વાસ્તવિકતાઓ અને જીવનના વિવિધ પાસાંઓનું સચોટ અને સંવેદનશીલ ચિત્રણ જોવા મળે છે. પાઠકોએ તેમની કવિતા, વાર્તા, અને નિબંધોમાં જીવનનો તાત્વિક અને તીવ્ર સંદેશ અનુભવ્યો છે. અહીં તેમના સાહિત્યને લગતા પાઠકોના પ્રતિસાદો છે.

ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વિશ્વમાં પગલાં ભરો

મણિલાલ હ. પટેલનું સાહિત્ય જે તે વિભાગમાં જઈને વાંચી અને મેળવી શકશો.

મણિલાલ હ. પટેલના જીવન અને સર્જનની ઉજવણીમાં ભાગ લ્યો, તેમની કૃતિઓ વાંચો, પરિચય મેળવો અને ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસામાં તમારું યોગદાન આપો.

સામાન્ય પ્રશ્નો (FAQ)

મણિલાલ હ. પટેલ વિશે વધુ જાણો

અહીં આપના સામાન્ય પ્રશ્નો અને તેમના જવાબો મળી આવશે. મણિલાલ હ. પટેલની કૃતિઓ, તેમના જીવનના અનુભવો, આપને કેવી રીતે વધુ મદદ મળી શકે તે અંગેની માહિતી માટે આ વિભાગ ઉપયોગી છે. જો આપને વધુ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

અમારા પુસ્તકો: વ્યતિક અને વર્તમાન સમાજ જીવનની આંતર અને બાહ્ય છબીઓ રજૂ કરે છે.

ઓડિયો અને વિડિયો સ્વરૂપે કેટલીક કૃતિઓ

અહીં તમે પુસ્તકોના ઓડિયો અને વિડિયો સ્વરૂપમાં રસપ્રદ સાહિત્યિક રચનાઓનો આનંદ માણી શકશો. સાંભળો અને જુઓ, શબ્દો જીવન્ત બને તે અનુભવ કરો.

અમારા બ્લૉગ્સ

અમારી નવી વેબસાઇટ અને બ્લોગ

અમારા મહી સમાજસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા ગામના અણમોલ રત્ન એવા કવિ ,લેખક અને ઉત્તમ ગુજરાતી સાહિત્યકારની એક વેબસાઇટ...

માટી મલક ને મોલ

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક ડૉ. મણિલાલ હ.પટેલ(ગામ:ગોલાના પાલ્લા)ના અમૃતપર્વ વર્ષે લજ્જા કૉમ્યુનિકેશન્સ:વલ્લભ વિદ્યાનગર આયોજિત 'માટી મલક ને મોલ'અમૃતપર્વગ્રંથનું ...

તને ગમે એ તારું ગામ….

ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારુ ગામ પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ સાચા માણસના મન જેવું આસોનું...