મારા વિશે

મણિલાલ હ.પટેલ - ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક,સુપ્રસિદ્ધ વક્તા અને વિદ્વાન અધ્યાપક.

મણિલાલ હ.પટેલ ગુજરાતી ભાષા સાહિત્યના જાણીતા સર્જક છે. તેઓ ગુજરાતી ભાષા સાહિત્યના ઉત્તમ અધ્યાપક રહ્યા છે.વક્તા તરીકે એમણે ગુજરાત અને વિદેશમાં 700થી વધુ વ્યાખ્યાઓ આપ્યા છે. મણિલાલ હ .પટેલે કવિતા,વાર્તા,નિબંધ,નવલકથા,પ્રવાસકથા,આત્મકથા(જીવનકથા),વિવેચન તથા સંપાદન મળીને 125 જેટલા પુસ્તકો લખ્યા છે.તેમને 30 જેટલા પારિતોષિક એનાયત થયા છે.એમાં નર્મદચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક,સુરેશ જોષી નિબંધ પરિતોષિક, ઉમાશંકર વાર્તા પારિતોષિક અને ઉશનસ્ કાવ્ય પારિતોષિક મહત્વના છે. એમને ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2019 ₹1,00,000/- એનાયત થયો હતો.અનેક સમાજૈક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે.

મણિલાલ હ. પટેલને કેમ પસંદ કરશો:

મણિલાલ હ. પટેલ એક એવા સર્જક છે, જેમણે સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવામાં મજબૂત ભૂમિકા ભજવી છે. મણિલાલ હ. પટેલનું કામ માત્ર સાહિત્યકાર તરીકે સીમિત નથી, પરંતુ એક શિક્ષક અને સામાજિક કાર્યકર તરીકે પણ તેઓની મહત્વપૂર્ણ યોગદાન છે. મણિલાલ હ. પટેલને પસંદ કરવું એટલે એક એવી વ્યક્તિ સાથે જોડાવું, જેના જીવનનો હેતુ છે સમાજની ઉન્નતિ અને સાહિત્યના વિકાસ માટે નવી દિશાઓ ખોળવી.

ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વિશ્વમાં પગલાં ભરો

મણિલાલ હ. પટેલના સાહિત્ય સાથે જોડાઈએ!

મણિલાલ હ. પટેલના જીવન અને સર્જનની ઉજવણીમાં ભાગ લ્યો, તેમની કૃતિઓ વાંચો, પરિચય મેળવો અને ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસામાં તમારું યોગદાન આપો.